statistics@sauuni.ac.in     (0281) 2578501-11 (Ext. 408)

Date

29 Jun 2022

Place

Department of Statistics

Description

તારીખ ૨૯ જુનના દિવસે વિશ્વ વિખ્યાત ભારતીય આંકડાશાસ્ત્રી ડો. પી. સી. મહાલનોબિસના જન્મદિવસ ને રાષ્ટ્રીય આંકડાકીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય આંકડાકીય દિવસની વિશેષ ઉજવણી કરતા આખું અઠવાડિયું નિષ્ણાંતોના વ્યાખ્યાનો, વિદ્યાર્થીઓ ને વિષય બાબતે અભિરુચિ કેળવાય તેવા રસપ્રદ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન તા: ૨૭ જુન ૨૦૨૨ થી ૧ જુલાઈ ૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે. આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા રાષ્ટ્રીય આંકડાકીય દિવસની ઉજવણી તારીખ ૨૯ જુન ૨૦૨૨ના રોજ ૧૧:૦૦ કલાકે ભવનમાં કરવામાં આવેલ હતું. જેમાં ભવનનાં બિલ્ડીંગનું નામાવિધાન ડો. પી. સી. મહાલનોબિસ આંકડાશાસ્ત્ર ભવન કરેલ છે. રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ઉજવણી અંતર્ગત ખ્યાતનામ સંસ્થાઓમાંથી નિષ્ણાંતોએ National Statistics Day theme 2022 : Data for Sustainable Development અંગે વ્યક્તવ્ય રજુ કર્યું હતું.