[email protected]     (0281) 2578501-11 (Ext. 408)

વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ભવનના M.Sc. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા બદલ અભિનંદન. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી સેમેસ્ટર-૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટેનું Induction Session તા. ૨૧/૦૭/૨૦૨૫ ના રોજ ૧૦:૩૦ કલાકે રાખેલ છે. આ શેષનમાં આંકડાશાસ્ત્ર ભવનની માહિતી, M.Sc. અભ્યાસક્રમની માહિતી, પરીક્ષા અંગેની માહિતી, વિદ્યાર્થીઓ માટેની ભવન અને યુનિવર્સિટી ખાતે ઉપલબ્ધ સુવિધાઓ, સૂચનાઓ, નિયમો વિગેરેની જાણકારી આપવામાં આવશે. ઉપરાંત નવા પ્રવેશ માટેની ઔપચારિકતા પૂર્ણ કરવાની માહિતી આપવામાં આવશે. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આ તમામ માહિતી મેળવવાની જરૂરિયાત હોય છે જેથી ભવન અને યુનિવર્સિટીમાં રોજબરોજના કામકાજમાં સરળતા રહે. તમામ વિદ્યાર્થીઓને આ અંગે હાજર રહેવા બાબતની વ્યક્તિગત ટેલીફોનીક જાણ કરી છે, તેમજ અતિ અગત્યની બાબત હોવાથી ફરી ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવે છે કે ઉપર્યુક્ત તારીખ અને સમયે ભવન ખાતે ફરજીયાત ઉપસ્થિત રહેવું. ખાસ નોંધ: હવેથી તમામ માહિતી આંકડાશાસ્ત્ર ભવનની વેબસાઈટ https://statsu.info ઉપરથી મેળવવાની રહેશે, ફોન અથવા ઈ-મેઈલ દ્વારા વ્યક્તિગત જાણ કરવામાં આવશે નહિ. જેથી દૈનિક અપડેટ માટે વેબસાઈટના સંપર્કમાં રહેવું.